ન્યાયાધીશો 18:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એથી દાનપુત્રોએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી પાંચ શૂરવીર પુરુષોને સોરા તથા એશ્તાઓલથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું, “જઈને દેશની તપાસ કરો.” અને તેઓએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેથી દાનના કુળસમૂહે પાંચ શૂરવીર પુરુષોને સોરાહ અને એશ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માંટે અને તેઓના કુળના ઉછેર માંટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ “જાઓ અને દેશની શોધ કરો” કહીને પ્રદેશની શોધ કરવા આ શૂરવીરોને મોકલ્યા. એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીખાહના ઘરે રાત રોકાયા, Faic an caibideil |