ન્યાયાધીશો 16:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, “તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહા બળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે પલિસ્તીઓના સરદારોએ દલિલાની પાસે આવીને તેને કહ્યું, “તેનું મહાબળ શામાં રહેલું છે, તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુ:ખ આપીએ એ તું તેને ફોસલાવીને શોધી કાઢ; તો અમારામાંનો પ્રત્યેક જણ તને અગિયારસો રૂપિયા આપશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પલિસ્તીયાના પાંચ રાજાઓએ દલીલા પાસે જઈને તેને કહ્યું, “તું શિમશોનને પટાવીને પૂછી લે કે તે આટલો બળવાન શાને કારણે છે. જેથી અમે તેને હરાવીને બાંધી દઈએ અને તેને નિ:સહાય બનાવી દઈએ. અમારામાંથી પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 નગરના પલિસ્તી શાસનકર્તાઓ દલીલાહ પાસે ગયા. અને કહ્યું, “સામસૂનને લલચાવીને તું જાણી લે કે, એનામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે? અને અમે તેને કેવી રીતે બંદીવાન કરી શકીએ અને બાંધી શકીએ? અને અમે તેને કેવીરીતે લાચાર બનાવી શકીએ? તમે અમને આ સર્વ જણાવશો તો અમે તમને અગિયારસો ચાંદીના સિક્કા આપીશું.” Faic an caibideil |