ન્યાયાધીશો 16:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે મરું!” તેણે પોતાની સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે કરું.” પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો; એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું, આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યાં તેઓની સંખ્ય તેની હયાતીમાં તેણે મારી નાખેલાં માણસો કરતાં વધારે હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 અને પૂરા બળથી ધક્કો લગાવ્યો અને પાંચ રાજાઓ તથા અન્ય સર્વ પર મકાન તૂટી પડયું. શિમશોને પોતાના જીવન દરમિયાન મારી નાખેલા માણસો કરતાં તેના મૃત્યુ સમયે તેણે વધારે માણસો મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ30 સામસૂને કહ્યું, “મને પલિસ્તીઓની સાથે મરવા દો.” પછી તેણે મંદિરના થાંભલા પર સંપૂર્ણ બળ વાપરીને નીચે એવી રીતે ખેચી પાડ્યા કે તે મંદિરના તમાંમ લોકો ઉપર તૂટી પડે જેમાં પલિસ્તીના આગેવાનો પણ હતાં આમ, તેણે ઘણા માંણસો માંરી નાખ્યા તે મરી રહ્યો હોવાથી તેણે જેટલા લોકોને માંર્યા હતાં તેના કરતા વધારે સંખ્યામાં લોકોને માંર્યા. Faic an caibideil |