ન્યાયાધીશો 16:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ગાઝીઓને ખબર મળી કે, “સામસૂન અહીં આવ્યો છે.” ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી, તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, “સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ગાઝાના લોકોને ખબર પડી કે શિમશોન ત્યાં છે, તેથી તેઓ તે જગ્યાને ઘેરી વળ્યા અને આખી રાત તેની રાહ જોતા નગરના દરવાજે બેસી રહ્યા. તેઓ આખી રાત કંઈ કર્યા વિના બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે, “આપણે સવાર સુધી રાહ જોઈશું અને પછી તેને મારી નાખીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.” Faic an caibideil |