ન્યાયાધીશો 16:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી દલિલાએ નવા દોર લીધા ને તે વડે તેને બાંધ્યો:પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અંદરની ઓરડીમાં માણસો સંતાઈ રહ્યા હતા. પણ તેણે સૂતરના દોરાની જેમ પોતના હાથના [બંધ] તોડી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેથી દલીલાએ નવાં દોરડાં મેળવીને શિમશોનને બાંધ્યો. પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” માણસો બીજા એક ખંડમાં રાહ જોતા સંતાયા હતા. પણ તેણે સૂતરના દોરાની જેમ એ દોરડાંને પોતાના હાથ પરથી તોડીને ફેંકી દીધાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દલીલાહે તેને નવાં દોરડાં લઈને તેના વડે બાંધી દીધો. પછી તેણે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવે છે! તેણે પોતાના ઓરડાનાં દરવાજાની બહાર માંણસોને સંતાડી રાખ્યા હતાં.” પણ સામસૂને પોતાને હાથે બાંધેલા નવા દોરડાંને તાંતણાની જેમ તોડી નાખ્યાં. Faic an caibideil |