ન્યાયાધીશો 15:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પલિસ્તીઓએ પૂછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓને કહેવામાં આવ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમ્નીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી.” ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે પલિસ્તીઓએ [એકબીજાને] પછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓએ કહ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને, કેમ કે તેણે તેની પત્નીને લઈને તેના સાથીને આપી દીધી છે.” તેથી પલિસ્તીઓએ આવીને તેને તથા તેના પિતાને આગથી બાળી મૂક્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પલિસ્તીઓએ તપાસ કરી કે એવું કામ કોણે કર્યું છે ત્યારે તેમને ખબર પડી કે શિમશોનના સસરાએ શિમશોનની પત્નીનાં લગ્ન તેના મિત્ર સાથે કરાવી દીધાં, તેથી શિમશોને એ કાર્ય કર્યું છે. તેથી પલિસ્તીઓએ જઈને તે સ્ત્રીને તથા તેના પિતાના કુટુંબને સળગાવી માર્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ6 પલિસ્તીઓએ પૂછયું, “આ કોણે કર્યું?” તેથી તેઓને કહેવામાં આવ્યું, “સામસૂને, કારણ કે તેની થનાર પત્નીના પિતા તિમ્નીએ તેને બીજા પુરુષ સાથે પરણાવી દીધી.” પછી પલિસ્તીઓએ જઈને પુત્રી અને તેના પિતાને પકડયાં અને તેઓના ઘરમાં જીવતાં સળગાવી મૂકયાં. Faic an caibideil |