ન્યાયાધીશો 15:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તેં અમને શું કર્યું છે?” તેણે તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું, તેવું મેં તેઓને કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો “એટામ”ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?” તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.” Faic an caibideil |