ન્યાયાધીશો 12:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તો તેઓ તેને એવું કહેત કે, “શિબ્બોલેથ’ બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ‘ના;’ ત્યારે તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ બોલ.’ અને તે સિબ્બોલેથ’ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શક્તો નહિ. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઈમીઓના બેંતાળીસ હજાર માણસ પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તો તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ’ બોલ, પણ તે ‘સિબ્બોલેથ’ કહેતો. કારણ, તે તેનો સાચો ઉચ્ચાર કરી શક્તો નહિ. પછી તેઓ તેને પકડીને ત્યાં યર્દનના ઘાટ પર જ મારી નાખતા. એ સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓ માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ’” પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં. Faic an caibideil |