ન્યાયાધીશો 11:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા, ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને, આર્નોનની પેલે પાર તેઓએ છાવણી કરી; પણ તેઓ મોઆબની સરહદની અંદર આવ્યા નહોતા, કેમ કે મોઆબની સરહદ આર્નોન હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પછી તેઓ રણપ્રદેશમાં જ આગળ વયા અને અદોમના અને મોઆબના દેશની સરહદે ફરતે ફરીને તેઓ મોઆબની પૂર્વ તરફ આર્નોન નદીની સામેની બાજુએ પહોંચ્યા. તેમણે ત્યાં છાવણી કરી, પણ તેમણે આર્નોન નદી ઓળંગી નહિ; કારણ, એ તો મોઆબની સરહદ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 “ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી. Faic an caibideil |