Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 1:7
16 Iomraidhean Croise  

તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’


પછી તે ઘેટાંનો વધ કરીને તેનું થોડું રક્ત લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટીને, જમણા હાથનાં અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું.


તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી! તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ! તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે. તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.


જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ. હું અપંગને બચાવીશ અને જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓને એકત્ર કરીશ; આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ.


તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.


જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’”


પણ અદોની-બેઝેક નાસવા લાગ્યો ત્યારે તેઓએ તેની પાછળ પડીને તેને પકડયો અને તેના હાથનાં તથા પગના અંગૂઠા કાપી નાખ્યા.


ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.


શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.


શમુએલે કહ્યું, “જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે.” ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan