Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલી લોકોએ યહોવાને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 1:1
17 Iomraidhean Croise  

યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”


ત્યારે મૂસાએ કહ્યું, “લોકો મારી પાસે તેઓની સમસ્યાઓના સંબંધમાં યહોવાહની ઇચ્છા વિષે પૂછવા માટે આવે છે.


ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.


એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.


મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા.


માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.


નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.


ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.


ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”


ઇઝરાયલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યાં. અને સાંજ સુધી રડ્યા, તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે, “શું અમે અમારા ભાઈ બિન્યામીનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ?” અને ઈશ્વરે કહ્યું, “હા, તેમના પર હુમલો કરો!”


ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, કેમ કે તે દિવસોમાં ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,


એલાઝારનો દીકરો હારુનનો દીકરો ફીનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું, “શું અમે બિન્યામીનીઓ કે, જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહિ?” ઈશ્વરે કહ્યું, “હુમલો કરો” કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ.”


તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan