Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 64:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હે યહોવાહ, તમે કેવી રીતે હજુ પાછા હઠશો? તમે કેવી રીતે શાંત રહી શકો અને અમારું અપમાન કરવું ચાલુ રાખશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હે યહોવા, એને લીધે તમે પાછા હઠશો? શું તમે છાના રહીને અમને અતિઘણું દુ:ખ દેશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે પ્રભુ, આવું બધું બન્યા પછી પણ તમે અમને સહાય કરવાથી પોતાને પાછા રાખશો? તમે સ્વસ્થ ચિત્તે અમને અતિશય શિક્ષા કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો! શું તમારું હૃદય નહિ દ્રવે? શું હજુ પણ તમે શાંત રહેશો અને અમને અપાર વેદના આપતા રહેશો?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 64:12
12 Iomraidhean Croise  

હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?


હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.


હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ.


આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે.


જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ.


ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, “હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો, અને ક્યાં સુધી, તમે તેમના પર દયા નહિ કરો?”


તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’


Lean sinn:

Sanasan


Sanasan