Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 63:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે હું વેરના દિવસનો વિચાર કરતો હતો અને મારા છુટકારાનું વર્ષ આવી પહોંચ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે મારા હ્રદયમાં પ્રતિકારના દિવસોનો [વિચાર] હતો, હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 63:4
19 Iomraidhean Croise  

જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.


તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: “તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;


સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.


વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.


જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.


કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.


જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”


ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.


તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.


કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.”


યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે,


તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો!


બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.


મારા ઇઝરાયલી લોકો દ્વારા હું અદોમ પર મારું વૈર વાળીશ, તેઓ અદોમ સાથે મારા રોષ તથા ક્રોધ પ્રમાણે વર્તાવ કરશે, તેઓ મારા વૈરનો અનુભવ કરશે!” જાણશે કે મેં વૈર વાળ્યું છે.” પ્રભુ યહોવાહ આમ કહે છે.


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ, સાંભળો. કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે, કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ.


કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.


તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.’”


Lean sinn:

Sanasan


Sanasan