યશાયા 63:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આ જે અદોમથી, હા, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને જે આવે છે, આ જે પોશાકથી દેદીપ્યમાન, પોતાના પુષ્કળ સામર્થ્યમાં મહાલતો આવે છે, તે કોણ છે? “હું જે ન્યાયીપણાથી બોલનાર, ને તારવાને શક્તિમાન, તે હું છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 “રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ1 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે? કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે? એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું. તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન અને સમર્થ એવો હું યહોવા છું.” Faic an caibideil |