Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેમણે જોયું કે કોઈ માણસ નથી, ને કોઈ મધ્યસ્થ નથી; તે જોઈને તે વિસ્મય પામ્યા, ને તેમણે પોતાને માટે પોતાને જ હાથે તારણ સાધ્યું; અને તેમનું પોતાનું ન્યાયીપણું તે તેમનો આધાર થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે. દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી, એ જોઇને તે નવાઇ પામ્યા છે. આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:16
19 Iomraidhean Croise  

તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.


મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?


યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.


હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.


ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે.


જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે.


જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે, જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે.


હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.


મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે.


હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?


યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે.


આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?


યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.


કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે.


“યરુશાલેમની શેરીઓમાં આમતેમ ફરો. જુઓ અને જાણો, તેના ચોકોમાં શોધો. જો ન્યાયી તથા વિશ્વાસુપણાના માર્ગે ચાલનાર એવો એક પણ માણસ મળે, તો હું યરુશાલેમને માફ કરીશ.


મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.


Lean sinn:

Sanasan


Sanasan