Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જો તું વિશ્રામવારના દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે. જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે. જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:13
20 Iomraidhean Croise  

જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.


યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.


હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.


મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.


છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામવાર થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય.


વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.”


“કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવાહ કહે છે.


અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે.


તકરારમાં તેઓ મારા કાયદા અનુસાર ન્યાય કરવા ઊભા રહે; તેઓ મારા કાનૂનો પ્રમાણે ન્યાય કરે. અને તેઓ દરેક ઉત્સવોમાં મારા નિયમો તથા કાનૂનો પાળે; તેઓ મારા વિશ્રામવારો પાળે.


તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું.


પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,


Lean sinn:

Sanasan


Sanasan