Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તું સુગંધીદાર તેલ લઈને મોલેખની પાસે ચાલી ગઈ, ને તેં પુષ્કળ અત્તર ચોળ્યું, ને તારા સંદેશીયાને તેં દૂર સુધી મોકલ્યા, ને શેઓલ સુધી તું નીચે ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે. સંદેશવાહકોને દૂર દૂરના શેઓલમાં મોકલે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:9
12 Iomraidhean Croise  

મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.


તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.


લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.


તેણે જેમ તેઓને જોયા કે તરત જ તેઓની આશક થઈ, તેથી તેણે તેઓની પાસે ખાલદી દેશમાં સંદેશાવાહકો મોકલ્યા.


વળી તમે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા હવે જુઓ,! તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કર્યું, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંથી પોતાને સુશોભિત કરી.


તે રાજા પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે.


એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે. પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે, તેઓ આશ્શૂરની સાથે કરાર કરે છે, અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.


એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશ્શૂરની તરફ જાય છે.


નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan