Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મેં તેના માર્ગો જોયા છે, પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ; વળી હું તેને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેઓ કયા માર્ગે ગયા છે એ મેં જોયું છે, તેમ છતાં હું તેઓને સાજા કરીને ઘા રૂઝવીશ. હું તેઓને સાચો માર્ગ દેખાડીશ, હિંમત અને દિલાસો આપીશ;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:18
32 Iomraidhean Croise  

તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.


તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.


જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.


જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.


યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.


તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.


યહોવાહ મિસરને પીડા આપશે, પીડા આપ્યા પછી તેનો ઉપચાર કરશે. તેઓ યહોવાહની તરફ પાછા ફરશે; તે તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સાજા કરશે.


તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.


તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.


હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે?


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.


ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.


પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના ટોળાંને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.


હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ. જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો!


કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને ‘તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. ‘કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી.”


યહોવાહે દૂર દેશમાં મને દર્શન આપી કહ્યું કે, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે. માટે મેં મારી કૃપા તારા પર રાખીને તને મારા તરફ ખેંચી છે.


છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ.


ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાહે સારાં અને આશ્વાસનભર્યાં વચનોથી જણાવ્યું.


પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.


વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ.


કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”


Lean sinn:

Sanasan


Sanasan