Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 54:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જુઓ, જો કોઈ મુશ્કેલી ઊભી કરે, તો તે મારા તરફથી હશે નહિ; જેઓ તારી સામે મુશ્કેલી ઊભી કરશે તેઓ તારી આગળ હારી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જુઓ, તેઓ એકત્ર થાય છે ખરા, પણ મારાથી નહિ; જેઓ તારી સામા એકત્ર થશે તેઓ તારે લીધે વિનાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 જો કોઈ તારા પર આક્રમણ કરે તો તેની પાછળ મારો હાથ નહિ હોય. બલ્કે, તારી વિરુદ્ધ લડાઈ કરનારની પડતી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ. જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 54:15
16 Iomraidhean Croise  

તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે.


જો, મેં કારીગરને બનાવ્યો છે, જે બળતા અંગારાને ફૂંકે છે અને પોતાના કામ માટે ઓજારો ઘડે છે અને વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે.


તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.


તે દિવસે જે બધી પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો નાશ કરવાનો નિર્ણય હું કરીશ.”


કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.


કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.


Lean sinn:

Sanasan


Sanasan