Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે અને ધનુષ્યો ખેંચેલાં છે; તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં ચક્રો વંટોળિયાના જેવાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેમનાં બાણ ધારદાર કરેલા છે, અને ધનુષ્યો નમાવીને ખેચેલા છે. તેમના ઘોડાની ખરીઓ વજ્ર જેવી છે, અને તેમના રથના ચક્રો વંટોળિયા જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:28
17 Iomraidhean Croise  

તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.


તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.


તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે. તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ.


સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.


કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે.


જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.


બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.


તેઓ બધા યોદ્ધાઓ છે, તેઓનો ભાથો ઉઘાડી કબર જેવો છે.


તે ઘોડાઓની ખરીઓથી તારી સર્વ શેરીઓને કચડી નાખશે; તે તલવારથી તારા લોકોને મારી નાખશે અને તારા મજબૂત સ્તંભો જમીનદોસ્ત થઈ જશે.


તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.


અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.


યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”


પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે.


ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan