Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પ્રભુ યહોવા એવું કહે છે, “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકોની તરફ મારી ધ્વજા ઊભી કરીશ. તેઓ તારા દીકરાઓને ગોદમાં લઈને આવશે, અને તારી દીકરીઓને ખભે બેસાડીને લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “હું હાથનો ઈશારો કરી બિનયહૂદી પ્રજાઓને અને વજાના સંકેતથી લોકોને બોલાવીશ. તેઓ પોતાની કેડમાં તારા પુત્રોને અને પોતાના ખભા પર તારી પુત્રીઓને ઊંચકીને લઈ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા મારા દેવ કહે છે, “જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ. અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને અને તારી પુત્રીઓને ખભા પર બેસાડીને તારી પાસે પાછા લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:22
20 Iomraidhean Croise  

જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.


પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.


રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.


વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.


હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.


લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.


હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.


હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ,


જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.


દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.


હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


“યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે.


ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે.”


સૈન્યોના યહોવાહ કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે.”


તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.


Lean sinn:

Sanasan


Sanasan