Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ચારે તરફ દષ્ટિ ફેરવીને જો; આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવા કહે છે કે, મારા જીવના સોગન કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ, અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો! તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે! હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે, “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે, અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:18
26 Iomraidhean Croise  

ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.


અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી,


સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.


‘મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,


જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.


પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.


હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ.


“મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ.


“કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ.


હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.


“યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે.


શું કુંવારી કન્યા કદી પોતાનાં ઘરેણાં અથવા નવવધૂ પોતાના કમરપટા ભૂલે? તેમ છતાં મારી પ્રજા ઘણા દિવસોથી મને ભૂલી ગઈ છે.


જુઓ, હું તેઓને ઉત્તરમાંથી લાવીશ અને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં અંધજનો અને અપંગો હશે; ગર્ભવતી તથા જન્મ આપનારી સર્વ એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો ફરશે.


હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે.


તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે મારા જીવના સમ, દુષ્ટ માણસના મૃત્યુથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ માણસ દુરાચરણથી પાછો ફરે, તો તે જીવતો રહે. પાછા ફરો, તમારાં દુરાચરણથી પાછા ફરો, હે ઇઝરાયલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’”


પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,


તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.


મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan