Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ રૂપાની જેમ નહિ; વિપત્તિરૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મેં વિપત્તિરૂપી ભઠ્ઠીમાં તારી ચાંદીની જેમ ક્સોટી કરી છે, પણ તું શુદ્ધ થયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “મેં તને વિશુદ્ધ કર્યો, પણ ચાંદી જેવો નહિ. મેં તને મુશ્કેલીઓની ભઠ્ઠીમાં તાપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:10
18 Iomraidhean Croise  

તેઓ તમારા લોકો છે તેઓને તમે પસંદ કર્યા છે અને તમે મિસરમાંથી લોખંડની ભઠ્ઠી મધ્યેથી બહાર લાવ્યા છો.


પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.


કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.


ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.


તેથી આ રીતે, યાકૂબના અપરાધનું માફ કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ.


જે દિવસે હું તમારા પિતૃઓને મિસરમાંથી લોખંડની ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “મારું વચન સાંભળો અને જે વાત વિષે હું આજ્ઞા આપું છું તે સર્વનું પાલન કરશો તો તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.”


તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, જુઓ, હું તેઓને પીગાળી નાખીશ. હું તેઓની તપાસ કરીશ. કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?


હું મારી વિરુદ્ધ બંડ કરનારાને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને અલગ કરીશ અને હું તમારામાંથી તેઓને જુદા કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇઝરાયલ દેશમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.


પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.


એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.


વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.


હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan