યશાયા 47:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’ Faic an caibideilપવિત્ર બાઈબલ8 તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે, અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર, તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ; તું કહે છે, ‘મારાથી વધારે મહાન કોઇ નથી! મને કદી વૈધવ્ય આવવાનું નથી; કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.’ Faic an caibideil |
પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.