યશાયા 45:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માર્ગો સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે. Faic an caibideil |