Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 42:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહિ લેવા દઉં.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 42:8
16 Iomraidhean Croise  

તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.


જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.


કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું નામ ‘ઈર્ષ્યાળુ’ છે. હું મારા માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.


તેથી યહોવાહે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી.


કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.


મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.


તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”


તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.


“યહોવાહ જે જગતના ઉત્પન્ન કરનાર, તેનો રચનાર અને તેને સ્થિર કરનાર છે. તેમનું નામ યહોવાહ છે; તે કહે છે કે,


તેઓએ દ્રાક્ષારસ પીને સોનાચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.


ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’”


યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો,


Lean sinn:

Sanasan


Sanasan