Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય [ની જગાએ] થી મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે] ; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 “મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો અને તે આવ્યો; પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે, અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:25
15 Iomraidhean Croise  

ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.


અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.


મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે.


કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.


તે કોરેશ વિષે કહે છે, ‘તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે’ વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું ફરી બંધાઈશ’ અને સભાસ્થાન વિષે કહે છે, ‘તારો પાયો નાખવામાં આવશે.’”


યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ.


મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે.


યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.


ઉત્તર દિશામાંથી લોક તેના પર ચઢી આવે છે, તેઓ તેના દેશને વેરાન બનાવી દેશે, માણસ કે પશુ તેમાં રહેશે નહિ, તેઓ ત્યાંથી નાસી જશે.


ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.


તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર યોદ્ધાઓના જેવા થશે; તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવાહ તેઓની સાથે છે, ઘોડેસવારો ગભરાઈ જશે.


પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય.


Lean sinn:

Sanasan


Sanasan