યશાયા 41:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેમને તેઓ રજૂ કરે, એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ; પ્રથમ જે જે બિનાઓ બની તે કહો, એટલે અમે તેના વિષે વિચાર કરીએ; અથવા તો જે જે થનાર છે તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ શું આવશે તે અમે જાણીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 અહીં આવો અને ભવિષ્યમાં શું બનવાનું છે તે કહો. પ્રથમ ભૂતકાળમાં બનેલા બનાવોની વિગત જણાવો, જેથી અમે તે પર વિચાર કરીએ અને તેમનું આખરી પરિણામ શું આવ્યું તે જાણીએ; ત્યારબાદ હવે પછી શું બનવાનું છે તે કહો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ. Faic an caibideil |