Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું અરણ્યમાં એરેજવૃક્ષ, બાવળ, મેંદી તથા તૈલીવૃક્ષ રોપીશ; હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગાં મૂકીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ. વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:19
16 Iomraidhean Croise  

આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.”


જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.


અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.


જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.


હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.


કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ.”


લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ.


તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.


જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે, તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.


નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.


એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; મારી પાસેથી જ તને ફળ મળે છે.”


“રાત્રે મને એક સંદર્શન થયું, લાલ ઘોડા પર સવાર થયેલો એક માણસ ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો; તેની પાછળ લાલ, કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા.”


Lean sinn:

Sanasan


Sanasan