યશાયા 40:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે, તેની શકિત એટલી પ્રબળ છે કે તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી. Faic an caibideil |