યશાયા 39:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હિઝકિયા તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનું રૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શાસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમને બતાવ્યું નહિ હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 હિઝકિયાએ સંદેશકોનો આનંદથી આવકાર કર્યો અને તેમને પોતાનો ખજાનો એટલે સોનું, રૂપું, સુગંધીદ્રવ્યો, અત્તરો, લશ્કરી શસ્ત્રસરંજામ અને પોતાના ભંડારોમાં જે જે હતું તે બધું તેણે તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું જે તેણે બતાવ્યું ના હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય. Faic an caibideil |
જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.