યશાયા 38:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હું અબાબીલ કે બગલાની પેઠે ઊંહકારા ભરતો હતો, અને હોલાની જેમ હું શોક કરતો હતો. આકાશો સામે મીટ માંડી માંડીને મારી આંખો થાકી ગઈ. હે પ્રભુ, હું વિપત્તિમાં આવી પડયો છું; મને બચાવો. પણ હું શું કહું? Faic an caibideilપવિત્ર બાઈબલ14 ટિટોડીની જેમ હું ટળવળું છું, હોલાની જેમ હું આક્રંદ કરું છું, મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે! હે યહોવા મારા માલિક, હું મુશ્કેલીમાં છું, તમે મને ઉગારી લેવાનું વચન આપો.” Faic an caibideil |