યશાયા 38:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ભરવાડોની રાવટીની જેમ મારું રહેઠાણ ઉખેડી નંખાયું છે, ને મારી પાસેથી દૂર કરવામાં આવ્યું છે; મેં વણકરની જેમ મારું જીવન વીંટાળી લીધું છે; તે મને તાણામાંથી કાપી નાખશે; એક દિવસ ને રાત સુધી તમે મને પૂરો કરી નાખશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ભરવાડના તંબુની માફક મારું નિવાસસ્થાન ઉખેડીને ફેંકી દેવાયું છે. વણકર કાપડને હાથશાળ પર વીંટાળી લઈ તેને તાણામાંથી કાપી નાખે છે તેમ મેં મારું જીવન સંકેલી લીધું છે, તે કપાઈ ગયું છે. દિવસ પૂરો થઈ રાત પડે ત્યાં સુધીમાં તો તે મને પૂરો કરી નાખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ, મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે. Faic an caibideil |