Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં, ને શરીર પર ટાટ ઓઢીને યહોવાના મંદિરમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હિઝકિયા રાજાએ એ અહેવાલ સાંભળતાની સાથે જ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને શરીરે શણિયું વીંટાળીને પ્રભુના મંદિરમાં જઈ પહોંચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે હિઝિક્યા રાજાએ તે સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, શોક-કંથા ઓઢી લીધી અને પોતે યહોવાના મંદિરમાં ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:1
13 Iomraidhean Croise  

રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં


આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.


સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા.


જ્યારે મોર્દખાયે જે બધું થયું તે જાણ્યું ત્યારે દુઃખના માર્યા તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો.


પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા.


પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો અધિકારી હતો તે, લેખક શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા અને રાબશાકેહના શબ્દો કહી સંભળાવ્યા.


હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.


ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”


આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં.


“ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.


Lean sinn:

Sanasan


Sanasan