Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 20:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જેમણે જેમણે કૂશ અને મિસર ઉપર મદાર બાંધી બડાશ હાંકી હશે, તેઓ ભોંઠા પડશે અને લજવાશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 20:5
17 Iomraidhean Croise  

જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.


માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?


તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.


તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”


પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.


જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે; અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી.


જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.


તમે કેમ કરીને મારા ઘણીના નબળામાં નબળા સરદારને પાછો ફેરવી શકો? કેમ કે તમારો ભરોસો મિસરના રથો અને ઘોડેસવારોમાં છે.


જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,


યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે; અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.


સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હવે હું નોનો શહેરના આમોનને, ફારુનને, મિસરને, તેના દેવોને તથા તેના રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓ સર્વને સજા કરીશ.


તેઓ કદી ઇઝરાયલી લોકોને ભરોસાપાત્ર થશે નહિ, અન્યાયનું સ્મરણ કરીને તેઓ પોતાનાં મુખ મિસર તરફ ફેરવશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!”


કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.


તમે કૂશીઓ પણ મારી તલવારથી માર્યા જશો.


તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan