યશાયા 18:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જે સમુદ્રવાટે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં એલચીઓને મોકલે છે: વેગવાન સંદેશવાહકો, તમે કદાવર તથા સુંવાળી પ્રજા પાસે, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર પ્રજા પાસે, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ અને કચરી નાખનાર પ્રજા પાસે જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ત્યાંથી નાઇલ નદીમાં સરકટની હોડીઓમાં રાજદૂતો આવે છે. હે શીઘ્ર સંદેશકો, તમે પાછા વળો! જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે તેવી કદાવર અને સુંવાળી પ્રજા પાસે, દૂરસુદૂર જેની ધાક છે તેવી પ્રજા પાસે, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા પાસે સંદેશો લઈ જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે દેશ નીલનદીને માર્ગે પાણી પર સરકટનાં વહાણોમાં એલચીઓ મોકલે છે: વેગવાન કાસદો, તમે એ લોકો પાસે જાઓ, જે કદાવર અને સુંવાળી ચામડીવાળાં છે, જેનાથી દૂરનાં અને નજીકના સૌ ડરે છે, જે બળવાન અને પરાક્રમી છે, જેના દેશની ભૂમિને અનેક નદીઓ સીંચે છે. Faic an caibideil |