Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પગના તળિયાથી માંડીને તે માથા સુધી કોઇ અંગ સાજુ નથી; ફકત ઘા, ઉઝરડા અને દૂઝતા ઘા છે; નથી તમે તમારા ઘા સાફ કર્યા કે નથી પાટા બાંધ્યા, નથી તેના પર તેલ ચોપડવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:6
20 Iomraidhean Croise  

હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.


કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.


મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.


હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?


યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.


તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.


છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ.


કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.


જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.


તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?


પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.


ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે.


તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી.


Lean sinn:

Sanasan


Sanasan