Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:18
23 Iomraidhean Croise  

અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.


ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.


મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.


તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.


યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;


ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.


યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,” યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.”


મેં તારા અપરાધો મેઘની જેમ તથા તારાં પાપો વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે?


પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે.


તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.


હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ, તમે યહોવાહની ફરિયાદ સાંભળો. કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે.


પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,


દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને (વચનમાંથી) સમજાવતો હતો.


પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’”


વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ.


તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.


હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.


Lean sinn:

Sanasan


Sanasan