Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 8:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે, શત્રુ તેની પાછળ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે; શત્રુ તેની પાછળ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તો પણ જે સારું છે તેનો તેમણે અનાદર કર્યો છે. એને લીધે તેમના શત્રુઓ તેમની પાછળ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ જે સારું છે તેનો ઇસ્રાએલે ત્યાગ કર્યો છે; તેણે તિરસ્કારથી પોતાની તક ખોઇ છે માટે હવે તેના શત્રુઓ તેની પાછળ પડશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 8:3
10 Iomraidhean Croise  

તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.


ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!


અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.


તેઓ મને હાંક મારીને કહેશે કે, ‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.’


તેઓએ રાજાઓ નીમ્યા છે, પણ મારી સંમતિથી નહિ. તેઓએ સરદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. તેઓએ પોતાના માટે, સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે, પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી.”


જે લોકો તમારામાંથી બચી જઈને શત્રુઓના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે અને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ઢળી પડશે.


યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો, અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો. તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો, અને તેનો રોષ કદી શમી ગયો નહિ.


યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.


તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan