Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એફ્રાઈમ તો વદેશી પ્રજાઓની સાથે ભળી જાય છે. એફ્રાઈમ તો ફેરવ્યા વગરની પોળી જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ કહે છે, “એફ્રાઈમ, મારા લોક, એક બાજુએ શેકેલી રોટલી જેવા છે. તેઓ આજુબાજુની પ્રજાઓ ઉપર આધાર રાખે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “ઇસ્રાએલના લોકો વિધર્મી પ્રજાઓ સાથે ભળે છે; એ તો ફેરવ્યા વગરની અધકચરી શેકાયેલી ભાખરી જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 7:8
15 Iomraidhean Croise  

એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.


આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.


કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.


પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.


જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ, અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો. પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે, તમારા ઘા રુઝાવી શકે એમ નથી.


તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.


પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, પણ તે તે જાણતો નથી. તેના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી.


તેઓ યહોવાહના દેશમાં રહી શકશે નહિ; પણ એફ્રાઇમ ફરીથી મિસર જશે. આશ્શૂરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે.


તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.


યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.


કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan