Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 સજાનો દિવસ આવી રહ્યો છે અને એફ્રાઇમ વેરાન બની જશે. હે ઇઝરાયલનાં કુળો, એ ચોક્કસ થવાનું છે અને મેં તમને તે જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે, ઇસ્રાએલ તારાજ થઇ જશે. ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું તે અચૂક થવાનું જ છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:9
23 Iomraidhean Croise  

ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.


તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.


હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.”


મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.


તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”


એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.


તેથી હું એફ્રાઇમને ઉધાઈ સમાન, યહૂદિયાના લોકોને સડારૂપ છું.


કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.


જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે હું તેઓને સજા કરીશ.


ઇઝરાયલ ગરક થઈ ગયું છે. વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.


શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇઝરાયલ તે જાણશે; તારા પુષ્કળ અન્યાયને કારણે તારા મોટા વૈરને કારણે “પ્રબોધક મૂર્ખ ગણાય છે, અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો છે.”


નિશ્ચે પ્રભુ યહોવાહ, પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.


માટે યહોવાહ આમ કહે છે કે; તારી પત્ની નગરની ગણિકા બનશે; અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તલવારથી માર્યા જશે; તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે; તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, અને નિશ્ચે ઇઝરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.’”


ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થઈ જશે, અને ઇઝરાયલના પવિત્રસ્થાનો વેરાન થઈ જશે, અને હું તલવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”


તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.


પણ જે વચનો તથા વિધિઓ મેં મારા સેવકો પ્રબોધકોને મારફતે ફરમાવ્યાં હતાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડ્યા નહિ? આથી તેઓએ પસ્તાવો કર્યો અને કહ્યું, ‘સૈન્યોના યહોવાહે આપણાં કૃત્યો અને માર્ગો પ્રમાણે આપણી સાથે જે કરવા ધાર્યું હતું તે પ્રમાણે આપણી સાથે કર્યું છે.’”


પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.


Lean sinn:

Sanasan


Sanasan