Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ. જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં, મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ; અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં [કરતી] તેમ તે ત્યાં ઉત્તર આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:15
33 Iomraidhean Croise  

એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા.


ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.


ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”


જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે.


તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે.


યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું,


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું


કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.


શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.


કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, એવો સમય આવશે કે જે સમયે ‘ઘરો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.”


પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.


તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.


પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.


ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો,” “તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.


પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે.


તેઓ તેમાં સુરક્ષિત રહેશે અને ઘરો બાંધશે, દ્રાક્ષવાડીઓ રોપશે, તેઓની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓનો ન્યાય કરીને હું સજા કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું!”


ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.


પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.


“મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.


પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી. મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી.


“હું તેની દ્રાક્ષવાડીઓ તથા અંજીરનાં વૃક્ષોનો નાશ કરીશ, જેના વિષે તે એમ કહે છે કે, ‘આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે.’ હું તેઓને જંગલ બનાવી દઈશ, જંગલી પશુઓ તેને ખાઈ જશે.


હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.


આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,


ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: “હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.


પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.


તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.


અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોરની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.


જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan