Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તર કહેવાય એમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:5
15 Iomraidhean Croise  

પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.


પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.


હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!


યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.


પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.


પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.


જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.


તેઓ ઇઝરાયલી છે અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.


એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,


એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.


જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan