Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ [ધ્યાન દઈને] સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કારણ, તેમની જેમ આપણે પણ શુભસંદેશ સાંભળ્યો છે. તેમણે સંદેશો સાંભળ્યો, પણ તેનાથી તેમને કંઈ લાભ થયો નહીં. કારણ, તેમણે તે સાંભળીને તેનો વિશ્વાસ સહિત સ્વીકાર કર્યો નહીં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 4:2
20 Iomraidhean Croise  

ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.


ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.


જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.


અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?


જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.


તમારી પાસેથી હું એટલું જ જાણવા ઇચ્છું છું કે, તમે નિયમશાસ્ત્રનાં કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા, કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા?


ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને શાસ્ત્રવચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે.


પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.


આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,


કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.


અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.


કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.


પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.


હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.


તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, તેઓએ આજ્ઞાભંગ કર્યો. તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહિ,


માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.


જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan