હિબ્રૂઓ 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો. Faic an caibideil |