Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે પ્રથમજનિત ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે, “દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 1:6
17 Iomraidhean Croise  

મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.


સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.


અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.


કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.


કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.


ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.


તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’”


એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.


ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.


ઈશ્વરે પોતાના એકાકીજનિત પુત્રને દુનિયામાં એ માટે મોકલ્યા, કે તેમનાંથી આપણે જીવીએ. એ દ્વારા આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો,


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;


Lean sinn:

Sanasan


Sanasan