Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે દિવસે’ સૈન્યોના યહોવાહ એવું કહે છે’ મારા સેવક, શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલ હું તને પસંદ કરીશ. ‘હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે.’ ‘એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, તે દિવસે, હે મારા સેવક ઝરુબ્બાબેલ, શાલ્તીએલના દીકરા, યહોવા કહે છે કે, હું તને લઈને મુદ્રારૂપ કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, મેં તને પસંદ કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.” એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:23
12 Iomraidhean Croise  

હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.


મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.


જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.


યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી.


જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.


આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.


“જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.


જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’”


પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’


જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે.


Lean sinn:

Sanasan


Sanasan