હાગ્ગાય 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હાગ્ગાયે કહ્યું, “યહોવાહ કહે છે કે “મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે.’ તેઓના હાથનાં કામો એવાં જ છે, અને તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે હાગ્ગાયે ઉત્તર આપ્યો, “યહોવા કહે છે કે, ‘મારી નજરમાં આ લોકો એવા જ છે, ને આ પ્રજા એવી જ છે; અને તેમના હાથોનું દરેક કામ એવું જ છે; અને ત્યાં જે કંઈ તેઓ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 ત્યારે હાગ્ગાયે કહ્યું, “પ્રભુ કહે છે: આ પ્રજા એ જ રીતે અશુદ્ધ છે. તેમની મહેનતમજૂરીથી પેદા થયેલી સઘળી નીપજ અને વેદી પરનાં તેમનાં સર્વ અર્પણ પણ એવાં જ અશુદ્ધ છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારું વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી એ લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો જ નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું જ અશુદ્ધ છે.’” Faic an caibideil |
જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.