Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું દેશ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર, માણસો પર અને પશુઓ પર તથા તારા હાથનાં બધાં કામો પર દુકાળ લાવીશ એવી મેં આજ્ઞા કરી છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી ભૂમિ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ પર, તેલ પર, જમીનની નીપજ પર, માણસો પર, ઢોરઢાંક પર, તારા હાથોની સર્વ મહેનત પર સુકવણું [પડે એવી] મેં આજ્ઞા કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મેં ભૂમિ પર, પર્વતો પર, ખેતરો પર, દ્રાક્ષ અને ઓલિવની વાડીઓ પર, ભૂમિની સઘળી નીપજ પર માણસો અને પશુઓ પર અને ખેતીવાડીની તમારી સઘળી મહેનતમજૂરી પર દુકાળ મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “હકીકતમાં હું સપાટ પ્રદેશમાં અને પહાડી પ્રદેશમાં દુકાળ લાવ્યો છું. અનાજ, દ્રાક્ષો, તેલવૃક્ષો અને અન્ય પાક સુકાઇ જાય તેવો દુકાળ, તમે અને તમારાં પશુઓ નબળા પડી જશો અને તમારા તમામ પાકને તેની અસર થશે.”

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:11
13 Iomraidhean Croise  

બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”


જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”


જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,


“યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.


મારા નિસાસા સાંભળો. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો, તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય.


જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!


પ્રભુ યહોવાહે મને આ પ્રમાણે બતાવ્યું કે; જુઓ પ્રભુ યહોવાહે અગ્નિને ન્યાય કરવા માટે પોકાર્યો, તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત.


જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે, જે સમુદ્રના પાણીને બોલાવીને તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે, તેમનું નામ યહોવાહ છે.


યહોવાહ એવું કહે છે કે તમારા હાથોનાં બધાં કાર્યોમાં મેં તમને લૂથી તથા ઝાકળથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.’”


શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.’”


તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે.


યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.


Lean sinn:

Sanasan


Sanasan