Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તમે કીર્તિને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:16
21 Iomraidhean Croise  

કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.


જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.


તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાનો તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નિર્વસ્ત્ર અવસ્થામાં મિસરને લાજ લાગે એવી રીતે લઈ જશે.


તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.


અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”


માટે યહોવાહ ઇઝરાયલના ઈશ્વરે આ પ્રમાણે મને કહ્યું કે; “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવ.


આથી મેં યહોવાહના હાથમાંથી તે પ્યાલો લીધો. અને મને જે પ્રજાઓમાં મોકલ્યો તેઓને તે પાયો.


સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.


બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.


અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.


તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે. આ તારી બહેન સમરુનનો પ્યાલો છે!


જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.


અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે. તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે.


ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે.


તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!’


વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો.


Lean sinn:

Sanasan


Sanasan